ઓગસ્ટ 30, 2025 9:47 એ એમ (AM)

printer

અમદાવાદમાં યોજાયેલી કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગઇકાલે ભારતે ચાર સુવર્ણ સહિત વધુ સાત ચંદ્રકો જીત્યા

અમદાવાદમાં ચાલી રહેલી કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગઇકાલે ભારતે ચાર સુવર્ણ સહિત વધુ સાત ચંદ્રકો જીત્યા છે.
પર્થ ચૌધરીએ યૂથ અને જૂનિયર બંને કેટેગરીમાં 94 કિલોગ્રામ વજન વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યા. સાઇરજે જૂનિયર મેન્સ અને શાહ હુસેનાએ યૂથ મેન્સ 88 કિલોગ્રામ વજન વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યા
દિલબાગ સિંહે પુરુષોની 94 કિલોગ્રામ શ્રેણીમાં રજત અને વંશિતા વર્માએ મહિલાઓની 86 કિલોગ્રામ શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. દિલબાગ સિંહે સ્નેચમાં 153 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં 189 કિલોગ્રામ વજન ઉપાડીને કુલ 342 કિલોગ્રામ વજન ઉપાડ્યું. વંશિતા વર્માએ કુલ 222 કિલોગ્રામ વજન ઉપાડીને કાંસ્ય ચંદ્રક જીત્યો.
આ ચેમ્પિયનશિપમાં 31 દેશોના 300થી વધુ વેઇટલિફ્ટર્સ ભાગ લઈ રહ્યા છે. કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનો આજે અંતિમ દિવસ છે. ભારતે આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં કુલ 36 ચંદ્રકો જીત્યા છે.