અમદાવાદમાં આગામી પાંચ ડિસેમ્બરથી 16 જાન્યુઆરી 2026 સુધી યોજાનારા શૉપિંગ ફૅસ્ટિવલમાં સ્વદેશી ઉત્પાદનોને વૈશ્વિક અપીલ સાથે પ્રોત્સાહિત એટલે કે પ્રમોટ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શૉપિંગ ફેસ્ટિવલના આયોજન અંગે યોજાયેલી ઉચ્ચ સ્તરની બેઠકમાં આ નિર્ણય કરાયો.
મુખ્યમંત્રીએ આ વર્ષનો ફૅસ્ટિવલ બહોળા પ્રમાણમાં લોકોને આકર્ષે અને ત્યાં બધુ મળે છે તેવી છબી લોકોમાં બને તેવી વસ્તુઓના વેચાણ માટે બેઠકમાં માર્ગદર્શન આપ્યું. સમગ્ર આયોજનને આખરી ઓપ આપવા રચાયેલી માર્ગદર્શક સમિતિ ફૅસ્ટિવલના તમામ પાસાને સાંકળીને વિસ્તૃત આયોજન કરે તેવું સૂચન પણ શ્રી પટેલે આપ્યું.
Site Admin | સપ્ટેમ્બર 29, 2025 7:54 પી એમ(PM)
અમદાવાદમાં યોજાનારા શૉપિંગ ફૅસ્ટિવલમાં સ્વદેશી ઉત્પાદનોને વૈશ્વિક અપીલ સાથે રજૂ કરાશે