ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા ગુજરાતના અમદાવાદ ખાતે મળી હતી. જેમાં આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક-2036 સહિતના વિવિધ મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.આ બે મહા રમતોત્સવને લઈને વાર્ષિક સામાન્ય સભામાં રાષ્ટ્રીય રમતગમત ફેડરેશનને અપાતી વાર્ષિક ગ્રાન્ટ 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરવાનો નિર્ણય પણ લેવાયો હતો. એટલું જ નહીં કોમનવેલ્થ ગેમ્સમાં ભારત ઉજ્જવળ દેખાવ કરશે તેવી આશા આઇઓએના પ્રેસિડેન્ટ પી. ટી. ઉષાએ વ્યક્ત કરી છે.ભારત સરકાર દ્વારા આગામી કોમનવેલ્થ ગેમ્સ-2030નું ગુજરાતની યજમાનીમાં આયોજન કરવાની તક મળી છે. આ ઉપરાંત વર્ષ 2036માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સના બિડની પણ તૈયારીઓ થઈ રહી છે, ઓલિમ્પિકની યજમાની ગુજરાતમાં કરવાનું આયોજન છે. ત્યારે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (આઇઓએ)ની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) અમદાવાદમાં મળી હતી
Site Admin | જાન્યુઆરી 10, 2026 8:49 એ એમ (AM)
અમદાવાદમાં મળેલી ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભામાં આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક-2036ની ચર્ચા