ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 27, 2025 8:29 એ એમ (AM) | Gujarat | jagnath | Rathyatra

printer

અમદાવાદમાં ભારે ઉલ્લાસ અને શ્રધ્ધાપૂર્વક ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં ભારે ઉલ્લાસ અને શ્રધ્ધાપૂર્વક ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સવારે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી હતી. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સહકારી રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિર ખાતે પહિંદ વિધી કરાવ્યા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલદેવજીનાં રથે પ્રસ્થાન કર્યું હતું.
આ અગાઉ ભગવાન જગન્નાથને પોલિસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. 16 કિલોમીટરની આ યાત્રાનાં દર્શન માટે શહેરીજનોમાં ભારે ઉલ્લાસ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.
ગઇકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતી કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.