ડિસેમ્બર 1, 2025 7:44 પી એમ(PM)

printer

અમદાવાદમાં ભારતની 17 વર્ષથી ઓછી વયની પુરુષ ફૂટબૉલ ટીમ ઈરાનને હરાવી ઍશિયન કપ 2026 માટે ક્વાલિફાય થઈ

ભારતની 17 વર્ષથી ઓછી વયની પુરુષ ફૂટબૉલ ટીમ ઍશિયન ફૂટબૉલ સંઘ – A.F.C. અંડર 17 ઍશિયન કપ 2026 માટે ક્વાલિફાય થઈ છે. અમદાવાદમાં ભારતની ટીમે ઈરાનને બે-એકથી હરાવી આ સિદ્ધિ મેળવી છે. કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે. ડૉક્ટર માંડવિયાએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, આ જીત યુવા ખેલાડીઓ, પ્રશિક્ષક અને સહાયક કર્મચારીઓના સમર્પણ અને મહેનતનું પરિણામ છે.
આ જીત પછી ભારત અને ઈરાનના સાત-સાત પૉઈન્ટ થયા છે. ઈરાનને હરાવ્યા બાદ ભારત હવે ગૃપ ડી-માં ટોચ પર રહ્યું છે. મહિલાઓની 20 વર્ષથી ઓછી વયની વરિષ્ઠ ટીમ અને 17 વર્ષથી ઓછી વયની ટીમ પછી આ ચોથી ભારતીય ટીમ છે, જે આવતા વર્ષે ઍશિયન કપમાં રમશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.