અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની ચાર દિવસમાં 3 લાખ 45 હજારથી વધુ પુસ્તક પ્રેમીઓએ મુલાકાત લીધી છે. બુક ફેસ્ટિવલની અમદાવાદની ખાનગી તેમજ અમદાવાદ સ્કૂલ બોર્ડની કુલ થઈને એક હજારથી વધુ સ્કૂલના 53 હજારથી વધુ વિદ્યાર્થીઓએ મુલાકાત કરી હતી. 23 નવેમ્બર સુધી અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે. આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ વાંચનને ઉત્સવ બનાવવાનું અને જ્ઞાનને શહેરના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો છે, જે આ ફેસ્ટિવલ થકી સાકાર થતો લાગી રહ્યો છે.
Site Admin | નવેમ્બર 18, 2025 9:23 એ એમ (AM)
અમદાવાદમાં બૂક ફેસ્ટિવલમાં ચાર દિવસમાં ત્રણ લાખ 45 હજારથી વધુ પુસ્તક પ્રેમીઓએ મુલાકાત લીધી