જૂન 19, 2025 9:38 એ એમ (AM)

printer

અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકોના પૉસ્ટમોર્ટમ અને ફૉરેન્સિક તપાસમાં અપનાવાયેલા ઉચ્ચ ધારાધોરણો અને વ્યવસ્થાપન નોંધપાત્ર

અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકોના પૉસ્ટમોર્ટમ અને ફૉરેન્સિક તપાસમાં અપનાવાયેલા ઉચ્ચ ધારાધોરણો અને વ્યવસ્થાપન નોંધપાત્ર છે. ફૉરેન્સિક મેડિસિન વિભાગના ડૉક્ટર ધર્મેશ સિલજિયાએ જણાવ્યું, આ દુર્ઘટનામાં દરેક ધારાધોરણ પ્રૉટોકોલ અને નિયત પ્રક્રિયાઓનું ચુસ્તપણે પાલન કરાયું, જેનો શ્રેય સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબો અને ફૉરેન્સિક નિષ્ણાત ટુકડીને જાય છે. ત્વરિત પ્રક્રિયા હાથ ધરવા આરોગ્ય સેવાના 140 જેટલા તબીબને એકઠા કરાયા હતા.શ્રી સિલજિયાએ કહ્યું, દુર્ઘટનાગ્રસ્ત વિમાનના પાઈલટ અને કૉ-પાઇલટના મૃતદેહનું પૉસ્ટમોર્ટમ, વિમાન અકસ્માત તપાસ સંસ્થા- AAIBના પ્રૉટોકોલ મુજબ કરાયું હતું. જ્યારે દુર્ઘટનાના અન્ય હતભાગીઓના મૃતદેહની ઑટોપ્સી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ અંતર્ગત કરવામાં આવી.