અમદાવાદમાં ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળીના દિવસ સુધી 9 લાખ લોકોએ AMTSમાં મફતમાં મુસાફરી કરી. ધનતેરસ અને કાળી ચૌદસે 6 લાખ નાગરિકોએ મફત મુસાફરીનો લાભ મેળવ્યો છે.AMTSના ચેરમેન દ્વારા પહેલીવાર શહેરના નાગરિકોને દિવાળી ભેટ સ્વરૂપે દિવાળીના ત્રણ દિવસ દરમિયાન મફત મુસાફરીની ભેટ આપવામાં આવી હતી.લોકો પોતાના ઘરેથી બજારમાં ખરીદી કરવા માટે મફત મુસાફરી કરી શકે તે માટે આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ જાહેરાત બાદ પ્રતિદિન 3 લાખ કરતા વધારે નાગરિકોએ મફત મુસાફરીનો લાભ લીધો છે.
Site Admin | ઓક્ટોબર 21, 2025 10:15 એ એમ (AM)
અમદાવાદમાં ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળીના દિવસ સુધી 9 લાખ લોકોએ AMTSમાં મફતમાં મુસાફરી કરી
