ડિસેમ્બર 22, 2025 7:34 પી એમ(PM)

printer

અમદાવાદમાં દેશની સૌથી મોટી ક્વૉન્ટમ વિજ્ઞાન સંચાર પરિષદનો આજથી પ્રારંભ

ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદ – ગુજકોસ્ટ દ્વારા અમદાવાદમાં દેશની સૌથી મોટી ક્વૉન્ટમ વિજ્ઞાન સંચાર પરિષદનો પ્રારંભ કરાયો. સાયન્સ સિટી ખાતે યોજાયેલી બે દિવસની પરિષદનો પ્રારંભ કરાવતા વિજ્ઞાન અને ટૅક્નોલૉજી વિભાગનાં સચિવ પી. ભારતીએ કહ્યું, આ પરિષદ ક્વૉન્ટમ વિજ્ઞાન અને ટેક્નોલૉજીની સમજ વધારવામાં મહત્વની સાબિત થશે. તેમજ આવા આયોજન ક્વૉન્ટમ વિજ્ઞાન અને ટૅક્નોલૉજીમાં ભારતની વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવશે.
ઉલ્લેખનીય છે કે, આ પરિષદમાં દેશભરમાંથી 200 જેટલા વૈજ્ઞાનિક, સંશોધકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.