જૂન 26, 2025 7:10 પી એમ(PM)

printer

અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનના બ્લેકબૉક્સમાંથી દુર્ઘટનાનું કારણ જાણવા માટે ડેટા કઢાયો

અમદાવાદમાં તાજેતરમાં ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાગ્રસ્ત વિમાન A.I. 171ના બ્લેકબૉક્સમાંથી દુર્ઘટનાનું કારણ જાણવા માટે ડેટા કાઢવામાં આવ્યો છે. બ્લેકબૉક્સથી ક્રેશ પ્રૉટેક્શન મૉડ્યૂઅલને સલામત રીતે કઢાયું છે. તેમજ મેમરી મૉડ્યૂઅલને પણ સફળતાપૂર્ણ મેળવી લેવાયું છે.
આ ડેટા ગઈકાલે દિલ્હીમાં વિમાન અકસ્માત તપાસ સંસ્થા- A.A.I.B.ની પ્રયોગશાળામાં સંગ્રહિત કરવામાં આવી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, કૉકપિટ વૉઈસ રેકોર્ડર અને ફ્લાઈટ ડેટા રિકોર્ડર ડેટાનું વિશ્લેષણ ચાલી રહ્યું છે. તેનાથી દુર્ઘટનાનું કારણ જાણી શકાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવાના કારણોની ઓળખ થઈ શકે. આ બ્લેકબૉક્સને મંગળવારે દિલ્હી લવાયું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.