અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. ટૅક્નોલૉજીનો ઉપયોગ કરાશે. એટલે વાહનચાલકોએ સિગ્નલ પર ઊભું નહીં રહેવું પડે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ આ નિર્ણય અંગે જણાવ્યું કે, શહેરના તમામ ટ્રાફિક સિગ્નલ પર A.I. ટૅક્નોલૉજીના ઉપયોગના ભાગરૂપે નવી એડેપ્ટીવ ટ્રાફિક કન્ટ્રૉલ સિસ્ટમ લાગુ કરાશે. હાલમાં 400 જેટલા ટ્રાફિક સિગ્નલ પર આ સિસ્ટમ કાર્યરત્ રહેશે. આ સિસ્ટમ માર્ગ ઉપર વાહનોની અવરજવર વધારે કે ઓછી હશે એ રીતે લાલ અને લીલી લાઈટ થશે.આ તમામ સિગ્નલ પર સિસ્ટમ લગાવ્યા બાદ એક જ સર્વર સાથે જોડવામાં આવશે. આ કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા કન્સલટન્ટ એજન્સીની નિમણૂક કરવામાં આવી છે.
Site Admin | એપ્રિલ 16, 2025 9:47 એ એમ (AM)
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા A.I. ટૅક્નોલૉજીનો ઉપયોગ કરાશે
