મે 21, 2025 8:59 એ એમ (AM)

printer

અમદાવાદમાં ચંડોળા તળાવ પરથી બે દિવસ દરમિયાન અઢી લાખ ચોરસ મીટર ગેરકાયદે દબાણો દૂર કરાયાં હોવાનો તંત્રનો દાવો

અમદાવાદમાં ચંડોળા તળાવમાં બીજા તબક્કાની દબાણ હટાવ કામગીરી દરમિયાન અઢી લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્રણ હજાર પોલીસ કર્મીઓની અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન આઠ હજારથી વધુ કાચા પાકા મકાનો દૂર કરાયા હોવાનું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું હતું હવે તળાવને ઉડુ કરી ફરીથી ગેરકાયદે મકાનો ઉભા ન થાય તે માટે દિવાલ કરાશે અને તળાવનો વિકાસ કરીને તેને હરવા ફરવાનું સ્થળ બનાવવા માટે વિકસાવાશે .