ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 31, 2024 7:48 પી એમ(PM) | Ahmedabad Police | Crime

printer

અમદાવાદમાં ગુનાખોરી ઘટી હોવાનો પોલીસનો દાવો

અમદાવાદ શહેર પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ હતી.આ કોન્ફરન્સમાં
શહેરમાં કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકની વિગતો
આપતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે પત્રકાર પરિષદ
યોજી હતી. તેમણે માહિતી આપતા કહ્યું હતું કે ગત વર્ષ કરતાં આ વર્ષે ગુનાખોરી
ઘટી છે ઘાડ, લૂંટ, ચોરી સહિતના ગુનાઓમાં ઘટાડો થયો હોવાનું પોલીસ

કમિશનરે કહ્યું હતું. જોકે તેમણે જણાવ્યું હતું કે છેતરપીંડીના કેસમાં વધારો થયો
છે..તેમણે લોકોને સાઇબર ફ્રોડ થી બચવા અપીલ કરી હતી.