અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રણ દિવસીય ‘સ્ટૂડન્ટ ચેસ ફેસ્ટિવલ’નું આજથી આરંભ થયો છે. જેમાં 1 હજાર 300થી વધુ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો છે.ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા યોજાયેલી આ સ્પર્ધાનો મુખ્ય આશય બાળકોમાં ચેસ પ્રત્યેની રૂચિ વધારવાનો છે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગુજરાત ચેસ એસોસિએશન અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવબેન્કના સહયોગથી 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી આ ચેસ સ્પર્ધા યોજાઇ છે. જુદી જુદી ત્રણ કેટેગરીમાં યોજાયેલી આ સ્પર્ધામાં પ્રથમ કેટેગરીમાં 11 વર્ષથી નાના બાળકો, બીજી કેટેગરીમાં 12થી 17 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ અને ત્રીજી કેટેગરીમાં 18થી 25 વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાં જુદી જુદી કેટેગરીમાં વિજેતાને કુલ પાંચ લાખ રૂપિયાના ઈનામો આપવામાં આવશે.
Site Admin | નવેમ્બર 30, 2024 6:40 પી એમ(PM)
અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રણ દિવસીય ‘સ્ટૂડન્ટ ચેસ ફેસ્ટિવલ’નું આજથી આરંભ થયો
