અમદાવાદમાં રમાઈ રહેલી 30-મી રાષ્ટ્રમંડળ વૅઇટલિફ્ટીંગ સ્પર્ધાના પહેલા દિવસે ગઈકાલે ભારતીય ખેલાડીઓએ ભવ્ય પ્રદર્શન કર્યું. મહિલાઓની 44થી 48 કિલો શ્રેણીમાં પ્રીતિ સ્મિતા ભોઈએ સ્નૅચમાં 63 કિલો અને ક્લિન ઍન્ડ જર્કમાં 87 કિલો વજન ઉંચક્યું. તો પુરુષોના 56થી 60 કિલો વર્ગમાં ધર્મજ્યોતિ દેવઘારિયાએ સ્નૅચમાં 97 કિલો અને ક્લિન ઍન્ડ જર્કમાં 127 કિલોનું વજન ઉંચકી ભારતને બીજો સુવર્ણ ચંદ્રક અપાવ્યો.
આ સાથે જ એક વર્ષ બાદ રમતમાં પરત આવેલાં 31 વર્ષનાં ઑલિમ્પિક રજત ચંદ્રક વિજેતા ખેલાડી મીરાંબાઈ ચાનૂએ ગઈકાલે 48 કિલો વજનવર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. તેમણે ક્લિન ઍન્ડ જર્ક મળી કુલ 193 કિલો વજન ઉંચક્યું
Site Admin | ઓગસ્ટ 26, 2025 11:53 એ એમ (AM)
અમદાવાદમાં આયોજિત 30-મી રાષ્ટ્રમંડળ વૅઇટલિફ્ટીંગ સ્પર્ધામાં પહેલા જ દિવસે ભારતીય ખેલાડીઓનું ભવ્ય પ્રદર્શન
