અમદાવાદમાં આયોજિત રાષ્ટ્રમંડળ વૅઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓનું ભવ્ય પ્રદર્શન યથાવત્ છે. પુરુષોના ઓગણએંસી કિલો વજન વર્ગમાં અજયબાબુ વલ્લૂરીએ 335 કિલો વજન ઉંચકીને સુવર્ણ ચંદ્રક જીત્યો. મલેશિયાના મોહમ્મદ એરી અને નાઇજિરિયાના અદેદાપો અદેલેકેને પાછળ મૂકીને તેઓ આવતા વર્ષના ગ્લાસ્ગૉ રાષ્ટ્રમંડળ રમત માટે ક્વાલિફાય થઈ ગયા છે.જ્યારે મહિલાઓનાં ઓગણસિત્તેર કિલો વજન વર્ગની ફાઈનલમાં હરજિન્દર કૌરે 222 કુલો વજન ઉંચકી કાંસ્ય ચંદ્રક જીત્યો. 30-મી રાષ્ટ્રમંડળ વૅઇટલિફ્ટિંગ સ્પર્ધામાં 31 દેશના 300થી વધુ ખેલાડી ભાગ લઈ રહ્યા છે.
Site Admin | ઓગસ્ટ 29, 2025 8:49 એ એમ (AM)
અમદાવાદમાં આયોજિત રાષ્ટ્રમંડળ વૅઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓનું ભવ્ય પ્રદર્શન યથાવત્
