અમદાવાદમાં રમાઈ રહેલી રાષ્ટ્રમંડળ વૅઇટલિફ્ટીંગ સ્પર્ધામાં ગઈકાલે પુરુષોના 71 કિલો વર્ગમાં અજિત નારાયણે સુવર્ણ ચંદ્રક અને નિરુપમા દેવી સોરામે મહિલાઓનાં 63 કિલો વર્ગમાં રજત ચંદ્રક જીત્યો. 26 વર્ષના અજિતે કુલ 317 કિલો વજન ઉંચકીને ટોચનું સ્થાન મેળવ્યું. સાથે જ તેમણે નવો રાષ્ટ્રમંડળ વિક્રમ પણ બનાવ્યો.જ્યારે નિરુપમા દેવી કુલ 217 કિલો વજન ઉંચકી બીજા સ્થાને રહ્યાં હતાં. 24 વર્ષના નિરુપમાએ ક્લિન ઍન્ડ જર્ક પ્રદર્શને અગાઉના રાષ્ટ્રમંડળ વિક્રમને પણ પાછળ છોડી દીધો.
Site Admin | ઓગસ્ટ 28, 2025 7:56 એ એમ (AM)
અમદાવાદમાં આયોજિત રાષ્ટ્રમંડળ વૅઇટલિફ્ટીંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી અજિત નારાયણે સુવર્ણ ચંદ્રક જીત્યો
