અમદાવાદમાં આગામી 23 નવેમ્બર સુધી યોજાનારા આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2025નો આજથી પ્રારંભ થશે. અમદાવાદ મહાનગરપાલિકા અને નૅશનલ બૂક ટ્રસ્ટ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે પાલડીમાં સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા મહોત્સવમાં 300થી વધુ કાર્યક્રમનું આયોજન કરાયું છે.અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ સાથે વાંચે ગુજરાતના બીજા તબક્કા હેઠળ આજથી આંતર-રાષ્ટ્રીય પુસ્તક મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. શાળાઓ અને મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા આચાર્યને 11 દિવસના આ મહોત્સવમાં જોડાવવા મહાનગરપાલિકાએ અપીલ કરી છે. તેમાં યુવાનો માટે નવીનતા કેન્દ્ર પણ બનાવાયું છે. સાંસ્કૃતિક કાર્યક્રમ, કાવ્ય સંગીત, કવિ સંમેલન અને શૌર્ય સંવાદ સાથે અમદાવાદમાં સાંસ્કૃતિક વારસાની ઉજવણી થશે. નિઃશુલ્ક ચિલ્ડ્રન્સ ચલચિત્ર મહોત્સવમાં રોજ સાંજે 5.30 થી 7.30 દરમિયાન અંદાજે 4થી 7 આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મનું પ્રદર્શન કરાશે.
Site Admin | નવેમ્બર 13, 2025 9:54 એ એમ (AM)
અમદાવાદમાં આજથી 23 નવેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ યોજાશે