ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 25, 2025 9:42 એ એમ (AM)

printer

અમદાવાદમાં આજથી શરૂ થનારી રાષ્ટ્રમંડળ વૅઇટલિફ્ટિંગ સ્પર્ધામાં 30 દેશના 291 ખેલાડી ભાગ લેશે

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, રમતગમત નીતિ રમતોને વધુ સરળ બનાવીને રમતગમતના માળખાને મજબૂત કરવાનું કામ કરે છે.અમદાવાદના વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે રાષ્ટ્રમંડળ વૅઇટલિફ્ટિંગ સ્પર્ધાનો ગઈકાલે પ્રારંભ કરાવતા શ્રી માંડવિયાએ આ વાત કહી. તેમણે કહ્યું, દેશના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની રમત માટે તૈયાર કરવા અને દેશમાં યોગ્ય રમતગમત વાતાવરણ વિકસાવવા અનેક પરિવર્તન કરાયા.ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આજથી શરૂ થતી આ રમતમાં આગામી 31 ઑગસ્ટ સુધી 144 જેટલા ચંદ્રક જીતવા 30 રાષ્ટ્રમંડળ દેશના 291 ખેલાડી વિવિધ શ્રેણીની સ્પર્ધામાં ભાગ લેશે. ગ્લાસગૉ ખાતે યોજાનારી રાષ્ટ્રમંડળ રમત 2026 માટેની આ ક્વાલિફાયર રમત હશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.