અમદાવાદ જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આજથી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન હાથ ધરાશે.
10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ સુધી ચાલનારા આ અભિયાન દરમિયાન ઘરેલું હિંસા કાયદો-2005 અંતર્ગત સેમિનાર, મહિલા હેલ્પલાઈન 112, 181, ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098 અંતર્ગત પ્રચાર પ્રસાર કાર્યક્રમ, બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમ, 2006 અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવશે. આ ઉપરાંત, સાયબર સેફટી અંગે જાગૃતિ સેમિનાર, પોકસો એક્ટ- 2012 અંતર્ગત કાર્યક્રમ, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી, જાતિગત સંવેદનશીલતા અંગે જાગૃતિ કાર્યક્રમ, ભારતીય ન્યાય સંહિતા-2023 અધિકાર અંગે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
Site Admin | નવેમ્બર 25, 2024 3:37 પી એમ(PM)
અમદાવાદમાં આજથી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન હાથ ધરાશે