મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં બે દિવસની રાષ્ટ્રીય શહેરી પરિષદ અને મૅયર્સના સંમેલનનો પ્રારંભ કરાવ્યો. તેમાં દેશના વિવિધ શહેરને મૅયર, કમિશનર અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું, સરદાર વલ્લભભાઈ પટેલની શહેરી વિકાસની તત્કાલિન વિચારધારાને આધુનિક વિકાસ સાથે જોડવા અંગે આ પરિષદમાં ચિંતન અને મંથન કરાશે.
અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ આ સંમેલનને ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવતા કહ્યું, આ કાર્યક્રમમાં સુયોજિત શહેરી વિકાસ અને તેના ભવિષ્ય માટે વિચાર-મંથન કરાશે.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જન્મજયંતી નિમિત્તે દેશના શહેરી પરિદ્રશ્યને એક કરવા, નવિનતા લાવવા, નેતૃત્વ કરવા અને પરિવર્તન લાવવા અગ્રણીઓને એકસાથે લાવવાનો છે.
Site Admin | ઓક્ટોબર 15, 2025 7:27 પી એમ(PM)
અમદાવાદમાં આજથી બે દિવસની રાષ્ટ્રીય શહેરી પરિષદ અને મૅયર્સના સંમેલનનો પ્રારંભ.