ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 24, 2025 8:06 પી એમ(PM)

printer

અમદાવાદમાં આજથી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો શુભારંભ

અમદાવાદમાં આજથી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો આરંભ થયો. કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ નારણપુરાના
વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતેથી આ રમતોત્સવનો શુભારંભ કરાવતા કહ્યું કે, આ માત્ર ચેમ્પિયનશિપ નથી, તે દેશના ઉભરતા ખેલાડીઓની પ્રેરણાનું કેન્દ્ર છે.
31 ઓગસ્ટ સુધી યોજાનાર આ રમતોત્સવમાં 30 કોમનવેલ્થ દેશોના 291 ખેલાડી ભાગ લેશે, જેમાં ૩ વખતના કોમનવેલ્થ ગેમ્સ સુવર્ણ ચંદ્રક વિજેતા મીરાબાઈ ચાનું સહિતના ભારતીય ખેલાડી આ સ્પર્ધાને રોમાંચક બનાવશે.
આ રમતોત્સવ ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ 2026ની ક્વોલિફાયર ઇવેન્ટ છે.