જુલાઇ 23, 2025 2:51 પી એમ(PM)

printer

અમદાવાદમાં આગામી 30 જુલાઈએ ડાક અદાલત યોજાશે.

અમદાવાદમાં આગામી 30 જુલાઈએ ડાક અદાલત યોજાશે, જેમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરાશે. સવારે 11 વાગ્યે યોજાનારી ડાક અદાલત માટે લોકો આવતીકાલ સુધીમાં પોતાની ફરિયાદ મોકલી શકશે. લોકો અમદાવાદના ખાનપુરમાં ગુજરાત સર્કલ પાસે આવેલી મુખ્ય પૉસ્ટ માસ્ટર જનરલની કચેરી ખાતે ટપાલ સેવા સંબંધિત ફરિયાદ મોકલી શકશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.