અમદાવાદમાંથી પરવાના વગર ચાલતા દવાના વેચાણ સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉક્ટર રતનકંવર ગઢવીચારણે કહ્યું, અમદાવાદમાં મનહરનગર શૉપિંગ સૅન્ટરના ઈ-24ના પ્રથમ માળે આવેલી દુકાનમાં તપાસ કરવામાં આવી. દરમિયાન પરવાના વગર દવાનું વેચાણ માટે સંગ્રહ કરાયેલો 40 લાખ રૂપિયાથી વધુનો જથ્થો મળી આવ્યો હતો.
દવાના જથ્થામાંથી કુલ છ દવાના નમૂનાને પૃથક્કરણ માટે પ્રયોગશાળામાં મોકલાયા છે. તે અહેવાલ આવ્યા બાદ તંત્ર દ્વારા આકળની કાર્યવાહી કરાશે તેમ કમિશનરશ્રીએ ઉંમેર્યું.
Site Admin | જાન્યુઆરી 3, 2026 5:25 પી એમ(PM)
અમદાવાદમાંથી પરવાના વગર ચાલતા દવાના વેચાણ સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી.