ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 29, 2024 8:50 એ એમ (AM)

printer

અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઇ છે

અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઇ છે. અમદાવાદ શહેરના વટવા GIDCમાં આવેલી ફેક્ટરીમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવામાં આવતા હતા. આરોપીઓ છાપેલી નોટોને બજારમાં વટાવવાની તૈયારીમાં હતા. આ પહેલા જ ફેક્ટરી પર અમદાવાદ સિટી પોલીસના SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ)ની ટીમે દરોડા પાડતાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. SOGની ટીમે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
આ સાથે ફેક્ટરીમાંથી નકલી ચલણી નોટ, અત્યાધુનિક પ્રિન્ટિંગ મશીન અને 11 લાખ 92 હજાર રૂપિયાની કિંમતનો માલ-સામાન પણ જપ્ત કરાયો છે. SOGની ટીમ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.