અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા શહેરના વટવા જીઆઇડીસીમાંથી અંદાજે 200 કિલોનો ગાંજો અને ડ્રગ્સનો જથ્થો પકડી પડાયો છે.
અગાઉ મળેલી બાતમીના આધારે, ઓડિશાથી આવતી શંકાસ્પદ ટ્રકની તપાસ કરાતાં તેમાંથી વિપુલ માત્રામાં એમડી ડ્રગ્સ તેમજ ગાંજો મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચે ઉપયોગમાં લેવાયેલ ટ્રક, મુદ્દામાલ તેમજ મોબાઇલ ફોન કબ્જે કરી સાત આરોપીઓની ધરપકડ કરી આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, સરહદ સલામતી દળ-બીએસએફે ભુજમાં જખૌ કાંઠા પાસેથી શંકાસ્પદ નાર્કોટિક્સનાં 11 પેકેટ જપ્ત કર્યા છે, જેનું વજન આશરે 11 કિલો છે. જુન, 2024થી બીએસએફે જખૌ દરિયાકાંઠેથી શંકાસ્પદ ડ્રગ્સના 261 પેકેટ જપ્ત કર્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 8:00 પી એમ(PM)
અમદાવાદમાંથી અંદાજે 200 કિલોનો ગાંજો અને ડ્રગ્સ તથા ભૂજમાંથી 11 કિલો શંકાસ્પદ નાર્કોટીક્સ ડ્રગ્સ જપ્ત કરાયું..
