અમદાવાદનો સુભાષબ્રિજ હજુ 15 ડિસેમ્બર સુધી બંધ રહેશે. બ્રિજ પર તિરાડ પડવાની ઘટના મામલે મહાનગરપાલિકાએ તપાસ શરૂ કરી છે. અલગ અલગ ત્રણ સંસ્થાઓ દ્વારા બ્રિજના ટેસ્ટિંગની કામગીરી કરવવામાં આવી રહી છે. વડોદરાની કંપની દ્વારા બ્રીજના તમામ થાંભલા અને સ્પાનના ઇન્ટીગ્રિટી ટેસ્ટ કરાશે. બે દિવસ બાદ બ્રિજનો અહેવાલ આપવામાં આવશે. SVNIT સુરતની ટીમ નિરીક્ષણ અને પરીક્ષણ માટે આવશે. બે દિવસ બાદ IIT મુંબઈ અને IIT રૂડકીની ટીમ પણ તપાસ કરશે. એક અઠવાડિયા સુધી બ્રિજની તપાસની કામગીરી કરાશે. ઘટના પર ઉચ્ચ અધિકારીઓની પણ નજર છે ત્યારે સમગ્ર બાબતે રાજ્ય સરકાર નિર્ણય લેશે.
Site Admin | ડિસેમ્બર 9, 2025 9:27 એ એમ (AM)
અમદાવાદનો સુભાષબ્રિજ હજુ 15 ડિસેમ્બર સુધી બંધ રહેશે