અમદાવાદની સિવિલ હોસ્પિટલ ૨૦૦ અંગદાન કરનાર રાજ્યની એકમાત્ર હોસ્પિટલ બની છે.
ગુરુપૂર્ણિમાના દિવસે હૃદય, લીવર, સ્વાદુપિંડ અને બે કીડનીના દાન સાથે હોસ્પિટલમાં ૨૦૦મું અંગદાન થયું હતું . સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૭૫ લીવર, ૩૬૪ કીડની, ૧૪ સ્વાદુપિંડ, ૬૪ હૃદય, ૬ હાથ, ૩૨ ફેફસા, ૨ નાના આંતરડા તથા ૨૧ ચામડીનું દાન મળ્યું હતું . સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ આ ઉપલબ્ધિને ટીમવર્ક અને કર્તવ્યનિષ્ઠાનું પરિણામ જણાવ્યુ હતું.
ગુજરાત સિવાય ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન જેવાં અન્ય રાજ્યો તથા નેપાળ જેવા પાડોશી દેશના અંગદાતાઓ પણ અંગદાન મહાયજ્ઞમાં સહભાગી થયા.
Site Admin | જુલાઇ 12, 2025 7:07 પી એમ(PM)
અમદાવાદની સિવિલ હોસ્પિટલ 200 અંગદાન કરનાર રાજ્યની એકમાત્ર હોસ્પિટલ બની