જૂન 14, 2025 9:42 એ એમ (AM)

printer

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મૃતકોના 222 જેટલા પરિજનોના ડી.એન.એ. ટેસ્ટ કરાયા

અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહોની ઓળખ કરવા માટે D.N.A. ટેસ્ટ લેવામાં આવી રહ્યાં છે. મૃતકોના પરિજનોના ડીએનએ લઇને ઓળખ કરીને મૃતદેહ સોંપાઇ રહ્યાં છે. અત્યાર સુધીમાં 222 જેટલા સેમ્પલ લેવામાં આવ્યાં છે. જ્યારે અન્ય સેમ્પલ આજે લેવામાં આવશે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા ક્રૂ મેમ્બરમાંથી પાંચના પરિજનો હજુ સુધી અમદાવાદ પહોંચી શક્યા નથી તેઓ અમદાવાદ પહોંચ્યા બાદ તેમના સેમ્પલ લેવાની કામગીરી થશે. જ્યારે D.N.A.ના ટેસ્ટ પૂર્ણ કરીને રિપોર્ટ મેળવ્યા બાદ રવિવાર સાંજ સુધીમાં તમામ મૃતદેહો પરિજનોને સોંપી દેવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.