સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર રાજ્યની વિવિધ વિધાનસભામાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઇ રહી છે. અમદાવાદની વિધાનસભા બેઠકો ઉપર એકતા યાત્રા યોજાઇ રહી છે. જે અંતર્ગત ગઇકાલે મણીનગર વિધાનસભા વિસ્તારની એકતા યાત્રા યોજાઇ હતી.સાંસદ દિનેશ મકવાણા અને ધારાસભ્ય અમોલ ભટ્ટની આગેવાની હેઠળ યોજાયેલી આ યુનિટી માર્ચમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા અને સરદાર પટેલના કાર્યોને બિરદાવ્યા હતા. સાંસદ દિનેશ મકવાણાએ જણાવ્યુ હતું કે અમદાવાદની તમામ બેઠકો ઉપર આજે આ યાત્રા સંપન્ન થશે.બીજી તરફ જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભામાં એકતા યાત્રા યોજાઇ. સાંસદ રાજેશ ચુડાસમાએ એકતા પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. માણાવદર ખાતે યોજાયેલી પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
Site Admin | નવેમ્બર 24, 2025 9:20 એ એમ (AM)
અમદાવાદની વિધાનસભાની બેઠકો ઉપર યોજાયેલી એકતા યાત્રા સંપન્ન થશે