અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને ગણતરીના દિવસ બાકી છે. ત્યારે શહેર પોલીસ ફરી સક્રિય બની છે. ભીડ વ્યવસ્થાપન, કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. અને મૅન્યુઅલ ઇન્ટેલિજૅન્સ દ્વારા ક્રાઈમબ્રાન્ચે સંપૂર્ણ તૈયારી કરી છે. રથયાત્રા માટે 15 હજારથી વધુ જવાન તહેનાત કરાયા. ગુના શાખાના DCP અજિત રાજિયાને જણાવ્યું, રથયાત્રાના દિવસે 75 ડ્રૉન સહિત આધુનિક ઉપકરણો દ્વારા દેખરેખ રખાશે. ઉલ્લેખનીય છે કે, રથયાત્રામાં સુરક્ષાના ભાગરૂપે દુર્ઘટનાને ટાળવા પોલીસ મહિનાઓ પહેલા તૈયાર થતી હોય છે.
Site Admin | જૂન 22, 2025 10:44 એ એમ (AM)
અમદાવાદની રથયાત્રામાં પોલીસ 75 ડ્રૉનથી નજર રાખશે