ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 1, 2025 3:08 પી એમ(PM)

printer

અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ગત અઢી વર્ષમાં 50 સફળ હ્રદય પ્રત્યારોપણ કરાયા

અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ગત અઢી વર્ષમાં 50 સફળ હ્રદય પ્રત્યારોપણ કરાયા છે. જેમાં 37 પુરુષ, 11 સ્ત્રી અને બે બાળકનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે હૃદય પ્રત્યારોપણ બાદ દર્દીના જીવિત રહેવાનો દર વિશ્વ સ્તરે 90 ટકા જેટલો છે. જ્યારે આ હોસ્પિટલમાં સરેરાશ 92 ટકા રહ્યો છે.
યુ.એન.મહેતા હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ અને યુ.એન.મહેતા ફાઉન્ડેશનના સહકારથી 96 ટકા દર્દીઓને નિ:શુલ્ક સારવાર ઉપલબ્ધ થઈ છે. હોસ્પિટલના નિદેશક ડૉ. ચિરાગ દોશીએ જણાવ્યું કે, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાંથી દર્દીઓ અહીં સારવાર માટે આવે છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ સફળતા બદલ યુ.એન.મહેતાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ