ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 14, 2024 7:18 પી એમ(PM) | ખ્યાતિ હોસ્પિટલ

printer

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીનાં મૃત્યુનાં કેસમાં પોલીસે આજે દર્દીઓની સર્જરી કરનાર ડોકટર પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીનાં મૃત્યુનાં કેસમાં પોલીસે આજે દર્દીઓની સર્જરી કરનાર ડોકટર પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી છે.
અમારા અમદાવાદ જિલ્લાના પ્રતિનિધી આશિષ પંચાલ જણાવે છે કે, ડોક્ટર વઝીરાણીની ધરપકડ કરીને મેડિકલ તપાસ માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીનાં 14 દિવસના રિમાન્ડ માંગ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લાના બોરીસણા ગામમાંથી મેડીકલ કેમ્પ કર્યા બાદ કેટલાંક દર્દીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ બે દર્દીનાં મૃત્યુને પગલે હોસ્પિટલનં ડોક્ટર અને સીઇઓ સહિતનાં લોકો સામે ગુનો નોંધાયો હતો. તપાસ કમિટીના રિપોર્ટના આધારે સોલા સિવિલના ઈન્ચાર્જ CDMO ડૉ.પ્રકાશ મહેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.