ડિસેમ્બર 26, 2025 7:16 પી એમ(PM)

printer

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષબ્રિજની બંને બાજુ 2 નવી લેન બનશે

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજને નવું સ્વરૂપ મળશે. બ્રિજની બંને બાજુ 2 નવા લેન બનશે. થોડા દિવસ અગાઉ બ્રિજમાં પડેલી તિરાડને પગલે બ્રિજ અવરજવર માટે બંધ કરાયો હતો. ત્યારબાદ નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના માળખાને દૂર કરી 250 કરોડ રૂપિયા ખર્ચે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો હોવાનું મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું.
આ હાલના બ્રિજનું રીસ્ટોરેશન 9 મહિનામાં પૂરું કરાશે અને નવા 2 લેન આગામી 2 વર્ષમાં બનાવવામાં આવશે.