અમદાવાદના સાયન્સ સિટી ખાતે આવતીકાલથી “સ્ટૂડન્ટ ચેસ ફેસ્ટિવલ”નો પ્રારંભ થશે. રાજ્યના એક હજાર 300થી વધુ વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે. બાળકોમાં ચેસ પ્રત્યે રૂચિ વધે તે હેતુથી ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ગુજરાત સ્ટેટ ચેસ મંડળના સહયોગથી યોજાયેલી આ સ્પર્ધા સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખંડમાં 2 ડિસેમ્બર સુધી ચાલશે.
આ સ્પર્ધામાં આવતીકાલે 12થી 17 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓ માટે, પેહલી ડિસેમ્બર રવિવારે 11 વર્ષથી નાના બાળકો માટેની સ્પર્ધા અને બીજી ડિસેમ્બરે 18થી 25 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓ માટેની સ્પર્ધા યોજાશે. સ્પર્ધાના વિજેતાઓને પાંચ લાખ રૂપિયાના ઈનામનું વિતરણ કરાશે. 600 વિજેતાને રોકડ રકમ અને ગુજરાત ચેસ મંડળના નિષ્ણાત ચેસ પ્રશિક્ષક પાસેથી નિઃશુલ્ક પ્રશિક્ષણનો લાભ મળશે.
Site Admin | નવેમ્બર 29, 2024 8:56 એ એમ (AM)
અમદાવાદના સાયન્સ સિટી ખાતે આવતીકાલથી “સ્ટૂડન્ટ ચેસ ફેસ્ટિવલ”નો પ્રારંભ થશે
