અમદાવાદના સાબરમતી આશ્રમનું નવીનીકરણ ચાલી રહ્યું છે, જે વર્ષ 2026માં પૂર્ણ થાય તેવો અંદાજ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને ગાંધી આશ્રમ રોડ આવતી કાલથી કાયમી માટે બંધ કરવામાં આવશે, તેને લઈને આ સાથે અન્ય વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે.
શહેરના મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમને રીસ્ટોર અને રી-ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ પ્રોજેક્ટના આયોજનના ભાગરૂપે હાલ સુભાષબ્રિજ સર્કલથી વાડજ સ્મશાન તરફ જતા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ રોડ પૈકી બત્રીસી ભવનથી કાર્ગો મોટર્સ ત્રણ રસ્તા સુધીનો અંદાજિત 800 મીટરના માર્ગમાં કાયમી ધોરણે વાહન વ્યવહારની અવરજવર 9મી નવેમ્બરથી બંધ કરવામાં આવશે.
Site Admin | નવેમ્બર 8, 2024 6:38 પી એમ(PM) | નવીનીકરણ
અમદાવાદના સાબરમતી આશ્રમનું નવીનીકરણ ચાલી રહ્યું છે, જે વર્ષ 2026માં પૂર્ણ થાય તેવો અંદાજ
