અમદાવાદમાં સાણંદના ખોરજ ખાતે દેશનો પહેલો સંકલિત ખાનગી સૅટેલાઈટ પ્લાન્ટ તૈયાર કરાશે. વિજ્ઞાન અને ટૅક્નોલૉજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ અઝિસ્ટા સ્પેસની ઇલેક્ટ્રૉ-ઑપ્ટિકલ પૅલોડ ફેક્ટરીનું આજે ખાતમુહૂર્ત કર્યું.
આ પ્રસંગે તેમણે કહ્યું, ડૉક્ટર વિક્રમ સારાભાઈના વારસાને આગળ ધપાવતા ગુજરાત હવે અવકાશ ટેક્નોલૉજીનું નવું કેન્દ્ર બની રહ્યું છે. અઝિસ્ટા સ્પૅસ દ્વારા તૈયાર થનારો આ પ્લાન્ટ આત્મનિર્ભર ભારતના સંકલ્પને નવી ઊંચાઈએ લઈ જશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
શ્રી મોઢવાડિયાએ ગુજરાતને અવકાશ ટૅકનોલૉજી અને ઉચ્ચ ટૅક્નોલૉજીયુક્ત ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર બનાવવાની નેમ પણ વ્યક્ત કરી. આ કારખાનામાં તૈયાર થયેલો સંપૂર્ણ સ્વદેશી સેટેલાઈટ ટૂંક સમયમાં અવકાશમાં જશે અને વિશ્વના અવકાશ ઇતિહાસમાં ગુજરાતનું નામ રોશન કરશે તેમ પણ તેમણે ઉંમેર્યું.
Site Admin | જાન્યુઆરી 22, 2026 7:48 પી એમ(PM)
અમદાવાદના સાણંદમાં દેશનો પહેલો સંકલિત ખાનગી સેટેલાઈટ પ્લાન્ટ બનશે – વિજ્ઞાન અને ટૅક્નોલૉજી મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું