ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 10, 2024 8:11 એ એમ (AM) | અમદાવાદ

printer

અમદાવાદના સરદાર વલ્લવભાઇ પટેલ એરપોર્ટના ટર્મિનલ બેના એરાઇવલ્સ ખાતે એક નવા આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવામાં આવ્યું

અમદાવાદના સરદાર વલ્લવભાઇ પટેલ એરપોર્ટના ટર્મિનલ બેના એરાઇવલ્સ ખાતે એક નવા આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવામાં આવ્યું છે. મુસાફરોને શહેરની વાઇબ્રન્ટ એનર્જીનો અનુભવ કરાવવા હલચલ વોલની રચના કરવામાં આવી છે. હેરિટેજ સિટી એવા અમદાવાદની કળા, પરંપરાઓ અને સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરતાં આ શિલ્પદ્વારા આમદાવાદની પોળ અને અન્ય જીવંત ગુજરાતી પાત્રોને દર્શાવી રહ્યાં છે.
ફેબ્રિકની વહેતી સાબરમતી નદીના નિરૂપણ દ્વારા 15મી સદીમાં અમદાવાદની સ્થાપના થઈ ત્યારથી તે અમદાવાદનું અભિન્ન અંગ છે. પરંપરાગત ડાબુ આર્ટનો ઉપયોગ કરીને તેને બનાવવામાં આવી છે.