અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક SVPI પર પર અત્યાધુનિક સંકલિત કાર્ગો ટર્મિનલ- ICT નો પ્રારંભ થયો છે. તેમાં 20 હજાર ચોરસ મીટરથી વધુ વિસ્તાર અને વાર્ષિક બે લાખ મેટ્રિક ટન સુધીના કાર્ગોનું સંચાલન કરી શકાશે. જેનાથી હાલના સેટ-અપની ક્ષમતામાં વધારો થઈ 50 હજાર મેટ્રિક ટન પ્રતિ વર્ષ થશે. ICTનો ઉદ્દેશ કાર્યક્ષમતા વધારવાનો અને કાર્ગોની અવરજવરમાં વિશ્વસનીયતા સુધારવાનો છે, જેનાથી SVPIA પર ઝડપી અને વધુ વિશ્વસનીય કાર્ગો પ્રોસેસિંગ થશે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તેના વ્યાપક કેચમેન્ટ વિસ્તારોને પૂર્ણ કરાશે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2025 7:14 પી એમ(PM)
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક SVPI પર અત્યાધુનિક સંકલિત કાર્ગો ટર્મિનલનો પ્રારંભ