ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 15, 2024 2:36 પી એમ(PM)

printer

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતર-રાષ્ટ્રીય હવાઈમથકને ઊર્જા કાર્યક્ષમતામાં નવીન અભિગમ માટે ભારત સરકારનો પુરસ્કાર એનાયત કરાયો

ગુજરાતના અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતર-રાષ્ટ્રીય હવાઈમથક SVPIને તેની ઊર્જા કાર્યક્ષમતામાં નવીન અભિગમ માટે ભારત સરકાર દ્વારા પુરસ્કાર એનાયત કરાયો છે. નેશનલ એનર્જી કન્ઝર્વેશન ખાતે સંરક્ષણ પુરસ્કાર 2024 NECAમાં સર્ટિફિકેટ ઑફ મેરિટ જીતીને આ હવાઈમથકે આગવી ઓળખ બનાવી છે. તેમજ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનારું તે દેશનું એકમાત્ર હવાઈમથક પણ બન્યું છે.
સત્તાવાર યાદી મુજબ, આ હવાઈમથકે ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતી અદ્યતન પ્રણાલિઓ સ્થાપિત કરી ઓછા કાર્યક્ષમ ચિલર અને ફૂલિંગ ટાવર્સને બદલ્યા છે. તેના પરિણામે ઊર્જા ઉપયોગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઉપરાંત રિયલ-ટાઈમ ઊર્જા ઉપયોગનું નિરીક્ષણ કરવા સ્માર્ટ એરપૉર્ટ પ્રૉજેક્ટ અંતર્ગત અદ્યતન તકનીકો અપનાવી છે.
ઉલ્લેખનીય છે કે, ઊર્જા કાર્યક્ષમતામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતી સંસ્થાઓનું સન્માન કરવા NECA પુરસ્કાર ભારત સરકારના પાવર મંત્રાલયની ઊર્જા કાર્યક્ષમતા કચેરી દ્વારા એનાયત કરાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.