અમદાવાદના શિલજ વિસ્તારના એક ફાર્મ હાઉસમાં ચાલતી હાઇપ્રોફાઈલ રેવ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં વિદેશી નાગરિક સહિત 20થી વધુની ધરપકડ કરવામાં આવી હતી. દરોડામાં પોલીસે દારૂની બોટલ અને હુક્કા જપ્ત કર્યાં હતાં. અમદાવાદ ગ્રામ્યના જીલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે પોલીસના લોકોએ પણ પાર્ટી માટે પૈસા આપીને પાસ ખરીદ્યા હતા. પાર્ટીમાંથી પકડાયેલામાં મોટા ભાગના લોકો આફ્રિકાના નાગરિક છે. જેમાં સૌથી વધારે કેન્યાના અને મોઝામ્બિક,મડાગાસ્કર, બોત્સ્વાના નાગરિકો હતા. આ લોકો અમદાવાદમાં વિસ્તારમાં રહીને અલગ-અલગ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા હતા. પ્રોહિબિશન સહિતની અલગ-અલગ એક્ટ કલમ હેઠળ તમામ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
Site Admin | ઓક્ટોબર 25, 2025 7:00 પી એમ(PM)
અમદાવાદના શિલજના એક ફાર્મ હાઉસમાં પોલીસે રેવ પાર્ટીમાં દરોડા પાડીને વિદેશી સહિત 20ની ધરપકડ કરી