અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આજે વહેલી સવારે એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક યુવકનું મોત થયું છે.
હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને કાર સામસામે ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી કારને ક્રેનથી દુર કરી ટ્રાફિક હળવો કર્યો હતો.
Site Admin | જાન્યુઆરી 18, 2026 3:41 પી એમ(PM)
અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આજે વહેલી સવારે એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક યુવકનું મોત થયું.