અમદાવાદના નારણપુરા ખાતેના ધરાવતા વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનો આવતીકાલથી પ્રારંભ થશે. 24મી ઓગસ્ટના રોજ સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે અને 25થી 31 ઓગસ્ટ દરમિયાન સ્પર્ધાઓ યોજાશે. કેન્દ્ર સરકારના યુથ અફેર્સ અને રમત મંત્રાલય, રાજ્ય સરકારના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાનારી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં 30 કોમનવેલ્થ દેશોના 291 એથલિટ્સ ભાગ લેશે. એટલું જ નહીં, આ સ્પર્ધા ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ 2026ની ક્વોલિફાયર ઇવેન્ટ પણ હશે.
Site Admin | ઓગસ્ટ 23, 2025 9:57 એ એમ (AM)
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનો આવતીકાલથી પ્રારંભ થશે
