અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે વાડજમાં રહેતા એક દંપતીની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચને દંપતીના વાડજના ભાડાના મકાનમાંથી 35 લાખ 77 હજાર રૂપિયાથી વધુનો 357.750 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 36 લાખ 40 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંનેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ પતિ-પત્ની છેલ્લા ત્રણ મહિનાથી શહેરમાં છૂટક ગ્રાહકોને એમ.ડી. ડ્રગ્સનો જથ્થો વેચી રહ્યા હતા. આ સમગ્ર ગેરકાયદે પ્રવૃત્તિમાં પકડાયેલી મહિલાનો મુખ્ય રોલ સામે આવ્યો છે.
Site Admin | ડિસેમ્બર 2, 2025 9:43 એ એમ (AM)
અમદાવાદના વાડજમાંથી ક્રાઇમ બ્રાંચે 35 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ કરી