ભારત અને નેધરલૅન્ડ્સે અમદાવાદના લોથલમાં રાષ્ટ્રીય સમુદ્રી વિરાસત સંકુલ – NMHC પર સહકાર માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. તાજેતરમાં નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર અને નેધરલૅન્ડ્સના વિદેશ મંત્રી ડૅવિડ વાન વીલ વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં આ કરાર થયા. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું, આ કરારનો ઉદ્દેશ દરિયાઈ વારસા, સંગ્રહાલય ડિઝાઈન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપવાનો છે.
આ કરાર હેઠળ બંને પક્ષ દરિયાઈ સંગ્રહાલય ડિઝાઈન, ઉપચાર તથા સંરક્ષણમાં જ્ઞાન, કુશળતા અને શ્રેષ્ઠ પ્રથાનું આદાનપ્રદાન કરવા સહયોગ કરશે. આ ભાગીદારી સંયુક્ત પ્રદર્શન, સંશોધન પરિયોજનાઓ અને સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમને પણ પ્રોત્સાહન આપશે તેમજ મુલાકાતીઓના અનુભવ, શિક્ષણ અને જાહેર સંપર્કને સુધારવા નવી રીત શોધશે.
Site Admin | ડિસેમ્બર 21, 2025 7:24 પી એમ(PM)
અમદાવાદના લોથલમાં રાષ્ટ્રીય સમુદ્રી વિરાસત સંકુલ પર સહકાર માટે ભારત અને નેધરલૅન્ડ્સ વચ્ચે સમજૂતી કરાર થયા