ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 16, 2024 7:14 પી એમ(PM) | અમદાવાદ

printer

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ એક રહેણાંક ઇમારતમાં આગ લાગવાથી એક વ્યક્તિનું મોત થયું

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ એક રહેણાંક ઇમારતમાં આગ લાગવાથી એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 100થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઇસ્કોન પ્લેટિનિયમ નામની 22 માળની ઇમારતમાં ગત મોડી રાત્રે આગ લાગતા અગ્નિ શામક દળો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આઠમાં માળના ઇલેક્ટ્રિક ડકમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી, જે જોતજોતામાં 22માં માળ સુધી પહોંચી હતી. આગને કારણે 22થી વધુને લોકોને ગૂંગળામણ થતાં સારવાર અર્થે જુદી જુદી હૉસ્પિટલમાં ખસેડાયા હતા. દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોસાયટીના ચેરમેન સાથે ફોન પર વાત કરીને ઘટના વિશે જાણકારી મેળવી હતી.