અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભીડભંજન બજારમાં આજે વહેલી સવારે 14 દુકાનમાં આગનો બનાવ બન્યો હતો. મળતી માહિતી મુજબ, એક દુકાનમાં લાગેલી આગ આજુબાજુની દુકાનમાં પ્રસરી જતાં 14 જેટલી દુકાન આગના સંપર્કમાં આવી ગઈ હતી. આ અંગે જાણ થતાં અગ્નિશમન દળની આઠ ગાડી સાથે અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટના બાદ વેપારીઓને મોટું નુકસાન થયું છે. જ્યારે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
આ અંગે પ્રભાગીય અગ્નિશમન દળના અધિકારી રમિશગિરિએ કહ્યું, સવારે પાંચ વાગ્યે આગનો સંદેશ મળતાં ગોમતીપુર અગ્નિશમન મથકની આઠ ગાડીએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.
Site Admin | ઓક્ટોબર 17, 2025 3:41 પી એમ(PM)
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભીડભંજન બજારમાં આજે વહેલી સવારે 14 દુકાનમાં આગનો બનાવ બન્યો