ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 27, 2025 2:55 પી એમ(PM) | રથયાત્રા

printer

અમદાવાદના પરંપરાગત માર્ગો પર જય જગન્નાથના જયઘોષ સાથે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા ભ્રમણ કરી રહી છે.

અમદાવાદના પરંપરાગત માર્ગો પર જય જગન્નાથના જયઘોષ સાથે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા ભ્રમણ કરી રહી છે. બપોરે બે વાગ્યાના ટકોરે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્રના રથ મોસાળ સરસપુર પહોંચ્યા હતા. ભગવાન જગન્નાથને ઉત્સાહ અને આદરપૂર્વક આવકારીને મોસાળમાં તેમનુ સામૈયું કરાયું. સરસપુરમાં રણછોડરાય મંદિરમાં તેમનું સામૈયુ કરીને આરતી ઉતારીને તેમનું પરંપરાગત મોસાળું કરાયું હતું.
ભજનમંડળીઓ અને વૈવિધ્યસભર ફ્લોટના નિદર્શન સાથે રથયાત્રા સરસપુર પહોંચ્યા બાદ, હવે સરસપુરમાં ભગવાન મામાને મળીને થોડી વાર માટે આરામ કરીને નિજ મંદિર પરત પહોંચાવા પ્રયાણ કરશે.