અમદાવાદના નારણપુરા ખાતેના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનો આજે ઉદ્ઘાટન સમારોહ યોજાશે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે આ સ્પર્ધાનું ઉદઘાટન થશે. 25થી 31 ઓગસ્ટ દરમિયાન યોજાનારી વિવધ સ્પર્ધાઓમાં 30 કોમનવેલ્થ દેશોના 291 એથલિટ્સ ભાગ લેશે. આ સ્પર્ધા ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ 2026ની ક્વોલિફાયર ઇવેન્ટ પણ હશે.
આ પ્રસંગે રાજ્યના રમતગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને આંતર રાષ્ટ્રીય વેઇટ લિફ્ટીંગના અધ્યક્ષ મહમદ હસન જાલૂદ પણ ઉપસ્થિત રહેશે..
Site Admin | ઓગસ્ટ 24, 2025 2:59 પી એમ(PM)
અમદાવાદના નારણપુરા ખાતેના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનો આજે ઉદ્ઘાટન સમારોહ યોજાશે.