ડિસેમ્બર 19, 2025 7:10 એ એમ (AM)

printer

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે આજે ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચમી અને અંતિમ ટી -20 રમાશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે આજે ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પાંચમી અને અંતિમ ટી -20 રમાશે.
મેચ સાંજે 7.00 વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે ભારત આ શ્રેણીમાં 2-1 ની સરસાઈ ધરાવે છે . સુર્ય કુમાર યાદવની કપ્તાની હેઠળ ભારત આજે શ્રેણી જીતવા મેદાનમાં ઉતરશે.
ટી-20 ક્રિકેટ મૅચના પગલે આજે મૅટ્રો ટ્રૅન રાત્રે સાડા 12 વાગ્યા સુધી દોડશે.આ લંબાવાયેલા સમય દરમિયાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો મથક અને સાબરમતી મેટ્રો મથક પરથી મૅટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ મૅટ્રોના મોટેરાથી APMC અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ એમ બંને કૉરિડોરના કોઈ પણ કાર્યરત્ મેટ્રો મથક પર જઈ શકાશે. જ્યારે ગાંધીનગર જવા મોટેરા સ્ટેડિયમથી સૅક્ટર એક સુધી રાત્રે બે વધારાની મૅટ્રો ટ્રૅન મધ્યરાત્રે 11 વાગ્યાને 40 મિનિટે અને મધ્યરાત્રે 12 વાગ્યાને 10 મિનિટે ઉપડશે.